Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
10:40 AM • 30 Jul 2024 Gujarat Live Rain Updates
બનાસકાંઠામાં ખેડૂતો ખુશ-ખુશ
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે થરાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
10:39 AM • 30 Jul 2024 Gujarat Live Rain Updates
Gujarat Rain: વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ
આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વિશે વિગતવાર વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયામાં 1.97 ઈંચ, ખેડામાં 1.54 ઈંચ, પાટણમાં 1.6 ઈંચ વરસાદ નોધાયો છે. ભારે વરસાદને પગલે લાખણીની બજારમાં ભરાયા પાણી છે. ઘૂંટણ સમા પાણી ભરાતા રાહદારીઓ વાહનચાલકોની મુશ્કેલી વધી છે.
10:35 AM • 30 Jul 2024 Gujarat Live Rain Updates
સુધીમાં કેટલો નોંધાયો વરસાદ?
રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનનો સરેરાશ 59.33 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. જ્યાં સરેરાશ 76.45 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 74.43 ટકા વરસાદ નોંધાયો છે.
10:35 AM • 30 Jul 2024 Gujarat Live Rain Updates
Gujarat Rain Update: આજે ક્યાં વિસ્તારોમાં છે આગાહી?
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
10:34 AM • 30 Jul 2024 Gujarat Live Rain Updates
Gujarat Rain: 24 કલાકમાં 213 તાલુકાઓ પાણી-પાણી
Gujarat Rain Update: ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઑફશૉર ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના કેટલાકા ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
24 કલાકના સમયગાળામાં રાજ્યના 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના મહેસાણામાં નોંધાયો છે. મહેસાણામાં 24 કલાકના સમયગાળામાં 186 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 167 મીમી, વિસનગરમાં 163 મીમી, વિજાપુરમાં 138 મીમી, લુણાવાડામાં 134 મીમી વરસાદ નોંધાયો છે.